Skip to content

Latest commit

 

History

History
91 lines (61 loc) · 11.9 KB

README.gu.md

File metadata and controls

91 lines (61 loc) · 11.9 KB


સુપાબેઝ

સુપાબેઝ ફાયરબેઝ માટે એક ઓપન-સોર્સ વિકલ્પ છે. અમે એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ઓપન સોર્સ ટૂલ્સનો ઉપયોગ કરીને ફાયરબેઝની સુવિધાઓ બનાવી રહ્યા છીએ.

  • હોસ્ટેડ પોસ્ટગ્રેસ ડેટાબેઝ
  • રીઅલટાઇમ સબ્સ્ક્રિપ્શન્સ
  • ઓથેન્ટિકેશન અને ઓથોરાઇઝેશન
  • સ્વત.-પેદા APIs
  • ડેશબોર્ડ
  • સ્ટોરેજ
  • ફંક્શન્સ

Supabase Dashboard

દસ્તાવેજીકરણ

સંપૂર્ણ દસ્તાવેજીકરણ માટે, મુલાકાત લો supabase.com/docs

સમુદાય અને મદદ

  • સમુદાય મંચ. આ માટે શ્રેષ્ઠ: બિલ્ડિંગમાં સહાય, ડેટાબેઝની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશેની ચર્ચા.
  • ગિટહબ ઇસ્યુઝ. આ માટે શ્રેષ્ઠ: સુપાબેઝ વાપરતી વખતે તમને જે બગ્ઝ અને એરર્સ મળે.
  • ઇમેઇલ સહાય. આ માટે શ્રેષ્ઠ: તમારા ડેટાબેઝ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની સમસ્યાઓ.
  • ડીસ્કોર્ડ. આ માટે શ્રેષ્ઠ: તમારી એપ્લિકેશનો શેર કરવા માટે અને સમુદાયને મળવા માટે.

સ્થિતિ

  • આલ્ફા: અમે ગ્રાહકોના બંધ સમૂહ સાથે સુપાબેઝનું પરીક્ષણ કરી રહ્યા છીએ
  • જાહેર આલ્ફા: કોઈ પણ app.supabase.com પર જઈને સાઈન-અપ કરી શકે છે. પણ થોડો સંયમ રાખશો, હજુ અમુક સમસ્યાઓ છે
  • જાહેર બીટા: મોટાભાગના નોન-એન્ટરપ્રાઇઝ યુઝ-કેસેટ્સ માટે અનુરૂપ
  • જાહેર: પ્રોડક્શન માટે તૈયાર

અમે હાલમાં જાહેર બીટામાં છીએ. અગત્યના સુધારાઓ વિશે સૂચિત થવા માટે આ રીપોના "રિલિઝિસ" જુઓ.

આ રીપો જુઓ


આ કઈ રીતે કામ કરે છે

સુપાબેઝ ઓપન સોર્સ ટૂલ્સનું સંયોજન છે. અમે એન્ટરપ્રાઇઝ-ગ્રેડ, ઓપન સોર્સ ઉત્પાદનોનો ઉપયોગ કરીને ફાયરબેઝની સુવિધાઓ બનાવી રહ્યા છીએ. જો સાધનો અને સમુદાયો અસ્તિત્વમાં હોય, MIT, અપાચે 2 અથવા સમકક્ષ ઓપન સોર્સ લાઇસેંસ સાથે, અમે તે ટૂલનો ઉપયોગ કરીશું અને તેને ટેકો આપીશું. જો સાધન અસ્તિત્વમાં ના હોય, તો અમે તેને જાતે બનાવીએ છીએ અને જાહેર કરીએ છીએ. સુપરબેઝ ફાયરબેઝનું 1-to-1 મેપિંગ નથી. અમારો હેતુ ડેવેલોપર્સને ઓપન સોર્સ ટૂલ્સનો ઉપયોગ કરીને ફાયરબેસ જેવો અનુભવ આપવાનો છે.

વર્તમાન સ્થાપત્ય

સુપાબેઝ એક હોસ્ટેડ પ્લેટફોર્મ છે. તમે સાઇન અપ કરી શકો છો અને કંઈપણ ઇન્સ્ટોલ કર્યા વગર સુપાબેઝનો ઉપયોગ શરૂ કરી શકો છો. અમે હજી પણ સ્થાનિક ડેવલપમેન્ટ અનુભવ બનાવી રહ્યા છીએ - પ્લેટફોર્મ સ્થિરતાની સાથે હવે આ અમારું મુખ્ય લક્ષ્ય છે.

સ્થાપત્ય

  • PostgreSQL એક ઓબ્જેક્ટ-રિલેશનલ ડેટાબેઝ સિસ્ટમ છે જેમાં 30 વર્ષથી વધુ સક્રિય વિકાસ છે જેણે તેને વિશ્વસનીયતા, લક્ષણ મજબુતાઇ અને પ્રદર્શન માટે મજબૂત પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે
  • Realtime એલિક્સિર સર્વર છે જે તમને વેબસોકેટનો ઉપયોગ કરીને PostgreSQL દાખલ, અપડેટ્સ અને ડીલીટ માટે પરવાનગી આપે છે. સુપાબેઝ Postgresની બિલ્ટ-ઇન પ્રતિકૃતિ વિધેયને સાંભળે છે, પ્રતિકૃતિ બાઇટ પ્રવાહને JSON માં ફેરવે છે, પછી વેબસોકેટ્સ પર JSON પ્રસારિત કરે છે.
  • PostgREST એક વેબ સર્વર છે જે તમારા પોસ્ટગ્રેસ્ક્યુએલ ડેટાબેસને સીધું REST API માં ફેરવે છે
  • Storage પરવાનગીઓને સંચાલિત કરવા પોસ્ટગ્રાસનો ઉપયોગ કરીને એસ 3 માં સ્ટોર કરેલી ફાઇલોને સંચાલિત કરવા માટે REST ઇન્ટરફેસ પ્રદાન કરે છે.
  • postgres-meta તમારા Postgresને સંચાલિત કરવા, કોષ્ટકો જોવા, ભૂમિકાઓ ઉમેરવા અને ક્વેરીઝ ચલાવવા વગેરે માટેની એક REST API છે.
  • GoTrue વપરાશકર્તાઓને સંચાલિત કરવા અને SWT ટોકન્સ ઇશ્યૂ કરવા માટે એક SWT આધારિત API છે.
  • Kong કલાઉડ માટે API ગેટવે છે.

ક્લાયન્ટ લાઇબ્રેરીઓ

અમારી ક્લાયંટ લાઇબ્રેરી મોડ્યુલર છે. દરેક સબ-લાઇબ્રેરી એ એક બાહ્ય સિસ્ટમ માટે એકલ અમલીકરણ છે. હાલના સાધનોને સમર્થન આપવાની અમારી આ એક રીત છે.

  • supabase-{lang}: લાઇબ્રેરીઝને જોડે છે અને સમૃધ્ધિ ઉમેરે છે.
    • postgrest-{lang}: PostgREST સાથે કામ કરવા માટે ક્લાયન્ટ લાઇબ્રેરી.
    • realtime-{lang}: Realtime સાથે કામ કરવા માટે ક્લાયન્ટ લાઇબ્રેરી.
    • gotrue-{lang}: GoTrue સાથે કામ કરવા માટે ક્લાયન્ટ લાઇબ્રેરી.
રીપો ઓફિશ્યિલ સમુદાય
supabase-{lang} JS C# | Dart | Python | Rust | Ruby | Go
postgrest-{lang} JS C# | Dart | Python | Rust | Ruby | Go
realtime-{lang} JS C# | Dart | Python | Rust | Ruby | Go
gotrue-{lang} JS C# | Dart | Python | Rust | Ruby | Go

અનુવાદો


પ્રાયોજકો

નવા પ્રાયોજક